સામાજિક વિજ્ઞાન Test 2

ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ટેસ્ટ (પાઠ 1-7)

સામાજિક વિજ્ઞાન MCQ ક્વિઝ

ધોરણ 9 | પાઠ 1 થી 7 | કુલ પ્રશ્નો: 20

1. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?
A. કોલંબસ
B. વાસ્કો-દ-ગામા
C. પ્રિન્સ હેનરી
D. મેગેલન
2. પ્લાસીનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું?
A. 1757
B. 1764
C. 1857
D. 1761
3. કયા ગવર્નર જનરલે 'ખાલસા નીતિ' અપનાવી હતી?
A. વેલેસ્લી
B. ડેલહાઉસી
C. કેનિંગ
D. વોરન હેસ્ટિંગ્સ
4. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો?
A. 1914
B. 1918
C. 1939
D. 1917
5. વર્સેલ્સની સંધિમાં કયા દેશ પર આકરો દંડ લાદવામાં આવ્યો હતો?
A. ઈટાલી
B. જાપાન
C. જર્મની
D. રશિયા
6. જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે?
A. લાહોર
B. દિલ્હી
C. અમૃતસર
D. પેશાવર
7. 'ચોરી-ચોરા' ના હિંસક બનાવને કારણે કયું આંદોલન મોકૂફ રખાયું?
A. સવિનય કાનૂન ભંગ
B. અસહકારનું આંદોલન
C. હિંદ છોડો આંદોલન
D. સ્વદેશી આંદોલન
8. આઝાદ હિંદ ફોજનું સુકાન કોણે સંભાળ્યું હતું?
A. ગાંધીજી
B. જવાહરલાલ નહેરુ
C. સુભાષચંદ્ર બોઝ
D. લાલા લજપતરાય
9. ભારત ક્યારે પ્રજાસત્તાક બન્યું?
A. 15 ઓગસ્ટ 1947
B. 26 જાન્યુઆરી 1950
C. 26 નવેમ્બર 1949
D. 30 જાન્યુઆરી 1948
10. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
A. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
B. સરદાર પટેલ
C. ડૉ. બી.આર. આંબેડકર
D. કે.એમ. મુનશી
11. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે?
A. બીજા
B. પાંચમા
C. સાતમા
D. દસમા
12. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?
A. કર્કવૃત્ત
B. મકરવૃત્ત
C. વિષુવવૃત્ત
D. આર્કટિક વૃત્ત
13. હિમાલય એ કેવા પ્રકારનો પર્વત છે?
A. ખંડ પર્વત
B. ગેડ પર્વત
C. જ્વાળામુખી પર્વત
D. અવશિષ્ટ પર્વત
14. ભારતના બંધારણમાં કેટલા મૂળભૂત હકો છે?
A. 5
B. 7
C. 6
D. 10
15. સંયુક્ત રાષ્ટ્રોનું વડું મથક ક્યાં આવેલું છે?
A. જીનીવા
B. ન્યૂયોર્ક
C. પેરિસ
D. લંડન
16. 'સીમાન્ત ગાંધી' તરીકે કોણ ઓળખાતા હતા?
A. ગાંધીજી
B. ખાન અબ્દુલ ગફાર ખાન
C. મોહમ્મદ અલી ઝીણા
D. મૌલાના આઝાદ
17. લોકશાહીમાં સરકારનું કયું અંગ કાયદા ઘડે છે?
A. કારોબારી
B. ન્યાયતંત્ર
C. ધારાસભા
D. પોલીસતંત્ર
18. બંગાળના ભાગલા કયા વર્ષમાં થયા હતા?
A. 1905
B. 1911
C. 1907
D. 1906
19. ભારતની ઉત્તરે કયો દેશ આવેલો નથી?
A. ચીન
B. નેપાળ
C. શ્રીલંકા
D. ભૂતાન
20. 'કરો યા મરો' નું સૂત્ર ગાંધીજીએ ક્યારે આપ્યું?
A. દાંડી કૂચ
B. અસહકાર આંદોલન
C. હિંદ છોડો આંદોલન
D. ચંપારણ સત્યાગ્રહ

જવાબવહી (Answer Key):

1 - B
2 - A
3 - B
4 - A
5 - C
6 - C
7 - B
8 - C
9 - B
10 - C
11 - C
12 - A
13 - B
14 - C
15 - B
16 - B
17 - C
18 - A
19 - C
20 - C

Comments

Popular posts from this blog

CONJUCTION

Adverb : Excercise

Essay : Trees Our Best Friends